સુરતના પોશ ગણાતા વેસુ વિસ્તારમાં આવેલી ‘હેપી એલિગન્સ’ બિલ્ડિંગમાં એક પરિવારે સામૂહિક આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મૂળ બિહારના રહેવાસી બાલમુકુન્દ નામના વ્યક્તિએ પોતાની પત્ની અને બે માસૂમ દીકરીઓ સાથે ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો આત્યંતિક પ્રયાસ કર્યો હતો. આ કરુણ ઘટનામાં પરિવારના ત્રણ સભ્યોના મોત નીપજ્યાં છે, જ્યારે એક દીકરીનો ચમત્કારિક રીતે આબાદ બચાવ થયો છે.

મળતી વિગતો અનુસાર, બાલમુકુન્દ (પતિ), તેમની પત્ની અને એક ૫ થી ૭ વર્ષની માસૂમ દીકરીએ ઝેરી દવા ગટગટાવી લેતા તેમના ઘટનાસ્થળે જ અથવા સારવાર દરમિયાન કરુણ મોત થયા હતા. જોકે, આ સમગ્ર ઘટનામાં પરિવારની બીજી નાની દીકરીનો બચાવ થતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.