વિરોધ પ્રદર્શન માટે ત્રણ નવા સ્થળ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં રામલીલા મેદાન અને બુરાડી મેદાનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પૂર્વ દિલ્હીના CBD ગ્રાઉન્ડ પર પણ દેખાવો કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણય બાદ વિરોધ પ્રદર્શન કરવા ઇચ્છતા સંગઠનો અને લોકો માટે આ ત્રણ સ્થળો વિકલ્પ તરીકે રહેશે. જોકે, વિરોધ પ્રદર્શન માટે લાગુ પડતા નિયમો અને મંજૂરીની પ્રક્રિયાનું પાલન કરવું પડશે.