ભારતીય ટેસ્ટ ટીમના પૂર્વ વાઇસ કેપ્ટન અને મિડલ ઓર્ડરના મજબૂત બેટ્સમેન અજિંક્ય રહાણેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. ૩૮ વર્ષની ઉંમરે રહાણેએ સોશિયલ મીડિયા પર ‘કેપ નંબર ૨૭૮ સાઈનિંગ ઓફ’ કેપ્શન સાથે એક અત્યંત ભાવુક વીડિયો શેર કરીને પોતાની ૨૦ વર્ષ લાંબી ક્રિકેટ સફરનો અંત આણ્યો છે. તેમની આ જાહેરાત બાદ તેઓ હવે આંતરરાષ્ટ્રીય મેચ કે IPLમાં પણ રમતા જોવા મળશે નહીં.