મહિલા એશિયા કપમાં ભારતે શાનદાર જીત સાથે શરૂઆત કરી છે. ભારતે પોતાની પ્રથમ મેચમાં થાઇલેન્ડને 94 રનના મોટા માર્જિનથી હરાવ્યું હતું. ભારતીય ટીમના પ્રદર્શનથી ચાહકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. શેફાલી વર્માએ શાનદાર પ્રદર્શન કરતાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પોતાના નામે કર્યો હતો.

















