કોલંબો ટેસ્ટ ડ્રો રહી. શ્રીલંકાએ બીજી ઈનિંગ 429/9 પર જાહેર કર્યો. ત્યારબાદ બંને ટીમોના ખેલાડીઓએ હાથ મિલાવ્યા અને મેચનો અંત આવ્યો. ચોથા દિવસે ભારતનો વિજય લગભગ નિશ્ચિત લાગતો હતો, પરંતુ પાંચમા દિવસે પરિસ્થિતિ એકદમ મેચ બદલાઈ ગઈ. સોનલ દિનુષાની સદીએ ટીમ ઈન્ડિયાના જડબામાંથી જીત છીનવી લીધી. મેચનો પાંચમો દિવસ ચમત્કારથી ઓછો ન હતો. શ્રીલંકા માટે સોનલે બંને ઈનિંગમાં સદી ફટકારી હતી. તેની સદીએ શ્રીલંકાનું સન્માન બચાવ્યું હતું. પ્રથમ ઈનિંગ્સમાં 7મા નંબરે બેટિંગ કરતી વખતે દિનુષાએ 8 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 103 રન બનાવ્યા હતા. ત્યારબાદ બીજી ઈનિંગમાં તેને ફરીથી શાનદાર પ્રદર્શન કર્યું. છઠ્ઠા ક્રમે બેટિંગ કરતી વખતે સોનલ દિનુષાએ 133 રનની અણનમ ઈનિંગ રમી, જેમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે.