ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને ન્યૂઝીલેન્ડ ક્રિકેટ દ્વારા ટીમ ઈન્ડિયાના આગામી ન્યૂઝીલેન્ડ પ્રવાસના સત્તાવાર શેડ્યૂલની જાહેરાત કરવામાં આવી છે. આ હાઈ-વોલ્ટેજ પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે કુલ ૧૨ મેચોની મસમોટી દ્વિપક્ષીય સિરીઝ રમાશે, જેમાં ટી૨૦, વનડે અને ટેસ્ટ મેચોનો સમાવેશ થાય છે. આ પ્રવાસ અંતર્ગત ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડની ધરતી પર કિવિઝ પડકારનો સામનો કરશે. ક્રિકેટ રસિયાઓ માટે આગામી સમયમાં રસાકસીભરી મેચોની વણઝાર જોવા મળવાની છે, કારણ કે બંને ટીમો વિશ્વ સ્તરે મજબૂત ફોર્મમાં છે. સિરીઝની તમામ મેચોના સ્થળ અને ભારતીય સમય અનુસારના ટાઈમિંગ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે, જેને પગલે ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
T20 ઇન્ટરનેશનલ સીરિઝ:
- 1st T20I: 22 October, ક્રાઈસ્ટચર્ચ
- 2nd T20I: 24 October, ક્રાઈસ્ટચર્ચ
- 3rd T20I: 27 October, વેલિંગ્ટન
- 4th T20I: 30 October, ઓકલેન્ડ
- 5th T20I: 1 November, હેમિલ્ટન
વન-ડે (ODI) સીરિઝ:
- 1st ODI: 4 November, ઓકલેન્ડ
- 2nd ODI: 7 November, વેલિંગ્ટન
- 3rd ODI: 10 November, હેમિલ્ટન
- 4th ODI: 13 November, માઉન્ટ માઉન્ગાનુઈ
- 5th ODI: 15 November, માઉન્ટ માઉન્ગાનુઈ
ટેસ્ટ સીરિઝ:
- 1st Test: 19-23 November, વેલિંગ્ટન
- 2nd Test: 27 November – 1 December, ક્રાઈસ્ટચર્ચ











