ન્યુઝીલેન્ડના દિગ્ગજ બેટ્સમેનોમાંના એક કેન વિલિયમસને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. ૩૫ વર્ષીય વિલિયમસને તાત્કાલિક અસરથી રમતના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે, જેનાથી તેમની 16 વર્ષની શાનદાર આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંત આવ્યો છે. તેમણે આ નિર્ણય ઇંગ્લેન્ડ સામેની ત્રણ મેચની ટેસ્ટ સીરિઝ દરમિયાન લીધો હતો, જે સીરિઝ કિવીઓએ પહેલી મેચમાં ગુમાવી હતી.













