રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની 1614 ક્વિન્ટલ આવક નોંધાઈ છે. માર્કેટ યાર્ડમાં ડુંગળીનો ન્યૂનતમ ભાવ પ્રતિ કિલો રૂ.22.50 અને મહત્તમ ભાવ રૂ.43.75 બોલાયો છે. બીજી તરફ છૂટક બજારમાં ડુંગળીના ભાવ હજુ પણ પ્રતિ કિલો રૂ.55થી રૂ.70 સુધી પહોંચ્યા છે, જેના કારણે ગ્રાહકો પર ભાવવધારાનો બોજ યથાવત છે.