રાજકોટ મનપાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. ભાજપે રાજકોટ મનપામાં ચૂંટણી ઢંઢેરો રજૂ કર્યો છે. પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ ભાજપનું સંકલ્પ પત્ર રજૂ કર્યું છે. આગામી પાંચ વર્ષમાં કયા કામો કરાશે તેની વિગતો આપી છે. નિયમિત 20 મિનિટ શુદ્ધ પાણી અપાશે. રાજકોટનો મેટ્રો સિટી તરીકે વિકાસ થશે. રોડ રસ્તા,ડ્રેનેજ,સાફ સફાઇ સુવિધા ઉભી કરાશે.રાજકોટમાં નવા બ્રિજનું નિર્માણ કરાશે.સાંઢિયા પુલ,કાલાવડ રોડ સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરાશે.રાજકોટમાં મેટ્રો ટ્રેન દોડાવવાની જાહેરાત, નવા રિંગ રોડને ફોરટ્રેક કરવાની જાહેરાત,દરેક વોર્ડમાં લાયબ્રેરી ઉભી કરાશે







