રાજકોટમાં શહેરના 23મા મેયર તરીકે ડો. નેહલ શુક્લની વરણી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણીના નામની જાહેરાત કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે પરેશ પીપળીયાની નિમણૂંક કરવામાં આવી છે. શાસક પક્ષના નેતા તરીકે હિરેન કે ખીમાણીયાને જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે દંડક તરીકે સંજયસિંહ રાણાની વરણી કરવામાં આવી છે. નવા પદાધિકારીઓની જાહેરાત બાદ શહેરના રાજકીય વર્તુળોમાં ચર્ચા જોવા મળી રહી છે.