રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાતા હીટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગર અને પોરબંદરમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. ભાવનગર 45.2 ડિગ્રી સાથે રાજ્યનું હોટેસ્ટ સિટી બન્યું છે. અમદાવાદીઓ 43.7 ડિગ્રી તાપમાનમાં શેકાયા છે. કચ્છના કંડલામાં તાપમાન 43.2 ડિગ્રી નોંધાયું છે.