રાજકોટ: પતિના અવસાન બાદ પત્નીનું મુંડન કરાવવાનો આક્ષેપ, મહિલા પોલીસ મથકે ગુનો નોંધાયો
રાજકોટમાં અંધશ્રદ્ધા અને સામાજિક કુરિવાજો સાથે જોડાયેલો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, પતિના અવસાનના ત્રીજા જ દિવસે પત્નીનું મુંડન કરાવવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનાને લઈને મહિલા પોલીસ મથકે ગુનો નોંધાતા મામલો ચર્ચાનો વિષય બન્યો છે.
પ્રાથમિક વિગતો અનુસાર, 11 નવેમ્બર 2025ના રોજ ચંદ્રેશ જાગણી નામના વ્યક્તિનું અવસાન થયું હતું. ત્યારબાદ મૃતકની પત્નીનું મુંડન કરાવવામાં આવ્યું હોવાનો આરોપ તેમના સાસુ અને નણંદ સામે લગાવવામાં આવ્યો છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, પરિવારના દબાણ અને આદેશના કારણે આ કાર્યવાહી કરવામાં આવી હતી.


























































