મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જૂનાગઢના ઐતિહાસિક અને શહેરી વિસ્તારના સૌથી રમણીય એવા નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશન પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું છે. જૂનાગઢના નજરાણા સમાન આ સરોવરના નવીનીકરણ બાદ મુખ્યમંત્રીએ સ્થળ પર નિરીક્ષણ કરી સુવિધાઓની જાણકારી મેળવી હતી. આ પ્રોજેક્ટથી હવે જૂનાગઢના શહેરીજનો અને પ્રવાસીઓને હરવા-ફરવા માટે એક આધુનિક અને સુંદર સ્થળ પ્રાપ્ત થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *