મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકારે નાગરિક દેવો ભવ:ની વિભાવના વન ડે ગવર્નન્સથી વોટ્સએપ ગવર્નન્સ દ્વારા સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ ભર્યુ છે.આ હેતુસર રાજ્ય સરકાર અને મેટા પ્લેટફોર્મસ ઈન્ક વચ્ચે એક કરાર સંપન્ન થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકારે GARCની ભલામણો અનુસાર સુગમ ડિઝીટલ ગુજરાત ઈનિસ્યેટીવ્ઝ દ્વારા પાંચ જેટલા મુખ્ય વિભાગોની અંદાજે 20 જેટલી નાગરિક કેન્દ્રી સેવાઓ વોટ્સએપ ચેટ બોટ મારફતે ઉપલબદ્ધ કરાવેલી છે.

































