ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણીનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આગામી 18મી જૂન ના રોજ 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો પર ચૂંટણી યોજાશે. જેમા ગુજરાતની ચાર બેઠકો પર ચૂંટણી યોજાશે. આગામી 21 જૂને ગુજરાતના ચાર સાંસદોની ટર્મ પૂર્ણ થઈ રહી છે. રાજ્યમાં હાલમાં ભાજપ પાસે ત્રણ અને કોંગ્રેસ પાસે એક બેઠક છે. જેથી હવે ચારેય બેઠકો પર ભાજપના સભ્યો જીત મેળવી શકે છે.