kanubhai desai budget

નાણામંત્રી કનુ દેસાઈએ વિધાનસભામાં ગુજરાતનું બજેટ રજૂ કર્યું,3 લાખ 15 હજારથી વધુ આવાસો પુરા પડાશે, Gyan Theme પર બજેટમાં વિવિધ જોગવાઇ

નાણામંત્રી કનુ દેસાઈએ વિધાનસભામાં ગુજરાતનું બજેટ રજૂ: પ્રધાનમંત્રી જન આરોગ્ય-મુખ્યમંત્રી અમૃતમ (મા યોજના) માટે 3472 કરોડની ફાળવણી

ગાંધીનગરમાં 100 કરોડની દેશની સૌથી મોટી નમો સેન્ટ્રલ લાઇબ્રેરી બનશે:ઝાલોદ, ગરબાડા સહિત 5 જગ્યાએ નવી GIDC બનશે

પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાના લાભ માટે આવક મર્યાદા વધારીને 6 લાખ કરાઈ – શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રોમાં વધારો કરાશે, નવા 121 કેન્દ્ર શરૂ થશે,VB-G RAM G માટે 1500 કરોડની ફાળવણી

અમદાવાદ બાદ હવે સુરત, વડોદરા, મહેસાણા અને રાજકોટમાં i-Hub ના રીજનલ સેન્ટર ખુલશે.,જેના માટે 80 કરોડની જોગવાઈ રાજ્યના 29 લાખથી વધુ નાના ઉદ્યોગો (MSME) ના પ્રોત્સાહન માટે ₹1775 કરોડની જોગવાઈ,25 GIDC ને ₹1250 કરોડના ખર્ચે હાઈટેક અને ‘સ્માર્ટ’ બનાવવામાં આવશે. જ્યારે 120 મિની GIDC નું નવીનીકરણ થશે.

કોમનવેલ્થને લઈ અમદાવાદને ‘ઓલિમ્પિક રેડી સિટી’ બનાવવા 1278 કરોડની ફાળવણી, નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન માટે ₹226 કરોડની જોગવાઇ, કડાણા ડેમમાં ફ્લોટિંગ સોલર લગાવાશે

₹૬૧૩ કરોડના ખર્ચે અંબાજીમાં રાજ્યની પ્રથમ ભૂગર્ભ કોપર-ઝીંક ખાણ બનશે,Gujarat Unified Digital Stack’ દ્વારા બધી સરકારી સેવાઓ એક જ પ્લેટફોર્મ પર મળશે, ₹૫૦૦ કરોડના ખર્ચે રાજ્યના શહેરોમાં ઓવરહેડ વીજ લાઈનો દૂર કરી ‘વાયર-ફ્રી સીટી’ બનાવાશે

પૂર અને વાવાઝોડા જેવી આફતો સામે રક્ષણ માટે ₹૧૮૫૫ કરોડનું ફંડ,કલોલ, સાણંદ, સાવલી, બારડોલી અને હિરાસર ‘સેટેલાઇટ ટાઉન’ તરીકે વિકસિત થશે,સરહદી વિસ્તારોમાં એલિવેટેડ કેબલ નેટવર્ક માટે ₹૧૦૦ કરોડની ફાળવણી,: મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ૧૭% ના વધારા સાથે ₹૧૬,૧૧૬ કરોડ ફાળવાયા.

રાજ્યના ટેક્સટાઇલ ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે “ગુજરાત ટેક્સટાઇલ પોલિસી” અંતર્ગત ₹67 હજાર કરોડથી વધુનું મૂડીરોકાણ થયેલ છે. જેને લીધે બે લાખથી વધારે પ્રત્યક્ષ રોજગારી સર્જાયેલ છે. આવનાર સમયમાં આ ક્ષેત્રમાં વધારે મૂડીરોકાણ અપેક્ષિત છે અને તેથી મોટા પાયે પ્રત્યક્ષ રોજગારીનું સર્જન થશે. આ માટે ₹2755 કરોડની ફાળવણી.

યાત્રાધામ વિકાસની ખાસ જોગવાઇ:અંબાજી કોરીડોર માસ્ટરપ્લાન સર્વાંગી વિકાસ માટે ₹300 કરોડ,બહુચરાજી, ગીરનાર અને નર્મદા પરિક્રમા: શ્રદ્ધાળુઓની સુવિધા માટે ₹55 કરોડ,સોમનાથ, શિવરાજપુર અને વિસાવડા-પોરબંદરના વિકાસ માટે ₹60 કરોડ,સોમનાથ અને અંબાજીમાં આઇકોનિક બસ સ્ટેશનો માટે ₹447 કરોડ

નર્મદાના પાણીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના સુકા પ્રદેશમાં વાળવા સુજલામ સુફલામ પાઇપ લાઇન યોજના માટે ₹1237 કરોડ, સૌની યોજના માટે ₹473 કરોડ તથા કચ્છની યોજના માટે ₹1333 કરોડ એમ કુલ ₹3043 કરોડની જોગવાઇ.

રાજ્યના મહત્વના સ્થળોને જોડતા નમો શક્તિ એકસપ્રેસ વે તેમજ સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે પ્રોજેકટ માટે વધુ ₹3000 કરોડની જોગવાઇ

ગૌ માતા પોષણ યોજના ગાયોના સંરક્ષણ, ગૌસંવર્ધન તથા ગૌકલ્યાણ માટે 500 કરોડની જોગવાઈ

આધુનિક ટેકનોલોજી ધરાવતી 2463 જેટલી નવી બસો, જેમાં 500 AC ઈલેકટ્રીક બસો મૂકવાનું આયોજન ,જેના માટે ₹1286 કરોડની જોગવાઇ.

દાહોદ ખાતે નવું ગ્રીનફીલ્ડ એરપોર્ટ વિકસાવવા તેમજ પોરબંદર, ભાવનગર, સુરત, વડોદરા અને અંકલેશ્વર ખાતેનાં હયાત એરપોર્ટના વિસ્તરણ માટે ₹95 કરોડની જોગવાઇ.