આગામી વર્ષોમાં IPL મોટા ફેરફારોની તૈયારી કરી રહ્યું છે. હાલમાં, IPL વાર્ષિક ધોરણે માર્ચના અંતથી મે દરમિયાન રમાય છે, પરંતુ હવે તેને બે ભાગમાં વિભાજીત કરવાની યોજના પર વિચારણા કરવામાં આવી રહી છે. IPL ચેરમેન અરુણ ધુમલના મતે, જો ICCના ફ્યુચર ટૂર પ્રોગ્રામ અને બ્રોડકાસ્ટર્સ સાથે કરાર થાય છે, તો એક સીઝન બે તબક્કામાં રમી શકાય છે.
આ દરખાસ્ત મુજબ, પહેલો તબક્કો ફેબ્રુઆરીના અંતથી એપ્રિલ સુધી અને બીજો તબક્કો સપ્ટેમ્બરથી ઓક્ટોબર સુધી યોજાઈ શકે છે. આ ફેરફારનું એક કારણ ગરમ ઉનાળા દરમિયાન ખેલાડીઓને થતી અગવડતા અને ઈજાનું જોખમ હોવાનું માનવામાં આવે છે. જો કે, આ હજુ પણ પ્રારંભિક વિચારણા છે અને અંતિમ નિર્ણય લેવાનો બાકી છે.











