અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ – સુરેન્દ્રનગર દ્વારા શિક્ષકો ને tet પરીક્ષા પ્રશ્ને ધરણા રેલી સભા સહિત ના કાર્યક્રમો જાહેર કરી આરપારની લડતનો શંખનાદ કર્યો છે સુપ્રિમ કોર્ટના તાજેતરના નિર્ણયનો આદર કરીને 2010 પહેલા કાયદેસર નિમાયેલા શિક્ષકોને બચાવવા કેન્દ્ર સરકાર નીતિગત હસ્તક્ષેપ કરે તેવી બુલંદ માંગ સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં તા 18જૂન ગુરુવારે સાંજે કલેક્ટર કચેરી માં આવેદન પત્ર આપ્યું હતું.

અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ દ્વારા સમગ્ર દેશ માં જિલ્લા કલેક્ટર મારફતે વડાપ્રધાન અને કેન્દ્રીય શિક્ષણ મંત્રીને આવેદનપત્ર પાઠવી શાંતિપૂર્ણ ધરણાં યોજવાની જાહેરાત કરવામાં આવી છે. તા 23 ઓગસ્ટ 2010ના રોજ એનસીટીઇ દ્વારા જાહેર કરાયેલી ટેટ શિક્ષક પાત્રતા પરીક્ષા સંબંધિત અધિસૂચના અને માનનીય સર્વોચ્ચ ન્યાયાલયના તા. ૨૯ મે ૨૦૨૬ના નિર્ણયના કારણે દેશ માં 20લાખ થી વધુ અને ગુજરાત માં 75 હજાર થી વધુ જૂના શિક્ષકોના ભવિષ્ય પર તલવાર લટકી રહી છે. 2010 પહેલાના શિક્ષકો તે સમયના પ્રવર્તમાન નિયમો મુજબ જ ભરતી થયા હોવાથી તેમના અધિકારો છીનવી શકાય નહીં. આથી અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ દ્વારા પોતાની ન્યાયિક માગણીઓ સરકાર સુધી પહોંચાડવા માટે આગામી 18 જૂન 2026 રોજ ગુજરાતના તમામ જિલ્લા મુખ્યાલયો કલેક્ટર કચેરીઓ ખાતે મોટી સંખ્યામાં શિક્ષકો અને માતૃશક્તિની ઉપસ્થિતિમાં શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે ધરણા આવેદન પત્ર રેલી વગેરે નું આયોજન કરવામાં આવ્યું છે.
આ અંગે અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ સુરેન્દ્રનગર જિલ્લા ના અધ્યક્ષ અસવાર દશરથસિંહ અને મહામંત્રી આલ જીગ્નેશ ભાઈ એ જણાવ્યું કે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ હજારો શિક્ષકો ને આ પ્રશ્ન ની અસર થાય તેમ છે આથી સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે ગુરુવારે સાંજે 4થી 5 વચ્ચે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આથી શિક્ષકો મોટી સંખ્યામાં માં શાંતિ પૂર્ણ રીતે ઉપસ્થિત રહ્યા હતા આગામી સમય માં રાજકોટ ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ ની રાજ્ય કારોબારી માં વધુ કાર્યક્રમો ની જાહેરાત કરવામાં આવશે
Reporter : Hemang Raval, Surendranagar



















