સુરેન્દ્રનગરઃ જિલ્લાના લીંબડી ખાતે આવેલી વોરા સોસાયટીના એક મકાનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ મોબાઇલ બેટરી ફાટતા આગ ભભૂકી ઉઠી હતી. રાત્રીના સમયે આગ લાગતાં મકાનમાં રહેલા ત્રણ લોકો ફસાઈ ગયા હતા, જેમાંથી દંપતીનું કમકમાટી ભર્યું મોત થયું છે, જ્યારે એક વ્યક્તિનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા પોલીસ તેમજ સ્થાનિક વહીવટી તંત્રની ટીમો તરત જ સ્થળ પર પહોંચી બચાવ અને તપાસની કામગીરી હાથ ધરી છે.









