સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં ચૂંટણી પહેલા જ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. તાલુકાના અનેક કોંગ્રેસી હોદ્દેદારો ભાજપમાં જોડાતા પક્ષમાં ગાબડું પડ્યું છે. જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વિક્રમ રબારી સહિત પાટડી તાલુકા પંચાયત અને નગરપાલિકાના આગેવાનો પણ કેસરિયો ખેસ ધારણ કરી ભાજપમાં સામેલ થયા છે, જેને કારણે સ્થાનિક રાજકીય સમીકરણોમાં નોંધપાત્ર ફેરફાર થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.























