ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટની (ટેસ્ટ, વનડે અને T20I) કેપ્ટનશિપ છોડી દીધી છે. ગુવાહાટીમાં BCCI અધિકારીઓ, હેડ કોચ અને વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાના સાથેની રિવ્યૂ મીટિંગ બાદ તેમણે આ મોટો નિર્ણય લીધો હતો. સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ શેર કરીને તેમણે આ અંગેની માહિતી આપી હતી. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ એક ખેલાડી તરીકે ટીમમાં રમવાનું ચાલુ રાખશે.



















