સીઝફાયર જાહેર થતાં જ વૈશ્વિક તેલ બજારમાં મોટો પ્રભાવ જોવા મળ્યો અને ક્રુડ ઓઇલના ભાવમાં તીવ્ર ઘટાડો નોંધાયો. ક્રુડના ભાવ અંદાજે 14 ટકા સુધી ઘટીને ફરીથી 100 ડોલરની નીચે આવી ગયા છે. બ્રેન્ટ ક્રુડના બેરલનો ભાવ ઘટીને આશરે 94 ડોલર થયો છે, જે રોકાણકારો માટે રાહતરૂપ છે. નોંધનીય છે કે યુદ્ધની શરૂઆત સમયે ક્રુડના ભાવ તેજીથી વધી 118 ડોલર સુધી પહોંચી ગયા હતા, પરંતુ તણાવ ઓછો થતા હવે બજારમાં સ્થિરતા તરફ વલણ જોવા મળી રહ્યું છે.