ambalal

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે જેમાં તેમનું કહેવું છે કે, આગામી 20 દિવસ ભારે પવનની ગતિ રહેશે અને 28 તારીખથી મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે અને દેશના ઉત્તરીય ભાગમાં અસર થવાની શક્યતા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, ઉ.ગુજરાતના સરહદના ભાગોમાં પવન ફૂંકાશે અને આગામી 20 દિવસ ખેડૂતોને મુશ્કેલીની શક્યતા રહેલી છે, ગુજરાતમાં 50થી 60ની ઝડપે પવન ફૂંકાશે અને આંબાના પાકને ભારે અસર થવાની શક્યતા છે, 28 થી 3 એપ્રિલ પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.