અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રમાં આજે ભારતીય સમય અનુસાર વહેલી સવારે એક નવો ઈતિહાસ રચાયો છે. નાસા (NASA) ના મહત્વકાંક્ષી આર્ટેમિસ II (Artemis II) મિશનના ચારેય અવકાશયાત્રીઓ ચંદ્રની અત્યંત નજીકથી સફળતાપૂર્વક પરિક્ષણ કરીને સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત ફર્યા છે.આજે 11 એપ્રિલ, 2026 ના રોજ ભારતીય સમય અનુસાર સવારે 5:37 વાગ્યે, ઓરિયન (Orion) કેપ્સ્યુલ અમેરિકાના સાન ડિએગોના કિનારે પ્રશાંત મહાસાગરમાં પેરાશૂટ દ્વારા સફળતાપૂર્વક ઉતરાણ (Splashdown) કર્યું હતું. આ કેપ્સ્યુલનું નામ ‘ઇન્ટિગ્રિટી’ (Integrity) રાખવામાં આવ્યું હતું. યુએસ નેવીની ટીમે તાત્કાલિક ધોરણે ચારેય અવકાશયાત્રીઓને રિકવરી શિપ ‘USS John P. Murtha’ પર સુરક્ષિત રીતે પહોંચાડ્યા હતા.