મહારાષ્ટ્રના Pune શહેરમાં અચાનક જ પડેલા ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. કહેવાય છે કે આ વરસાદે છેલ્લા 130 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. શહેરના સિંહગઢ રોડ, ધનકાવડી અને કટરાજ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે કરા પડ્યા હતા, જ્યારે સ્વારગેટ અને J. M. Road જેવા વ્યસ્ત વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પર અસર પડી હતી. કોંધવા વિસ્તારમાં અનેક વાહનો જળમગ્ન થયા હતા અને અચાનક વરસેલા વરસાદને કારણે વાહનચાલકો રસ્તામાં જ અટવાઈ ગયા હતા. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે, તેમજ ભારે પવન અને વીજળી સાથે હળવા વરસાદની શક્યતા પણ વ્યક્ત કરી છે.