પશ્ચિમ એશિયામાં વધી રહેલા લશ્કરી તણાવ અને દરિયાઈ અસુરક્ષાના માહોલ વચ્ચે ભારત માટે ગર્વ અને રાહતના સમાચાર સામે આવ્યા છે. વિશ્વના સૌથી સંવેદનશીલ અને વ્યૂહાત્મક ગણાતા હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) માંથી ભારતીય ધ્વજ ધરાવતું LPG ટેન્કર ‘ગ્રીન આશા’ કોઈપણ અવરોધ વિના સુરક્ષિત રીતે પસાર થઈ ગયું છે.
જ્યારે આ વિસ્તારમાં અન્ય દેશોના જહાજો પર હુમલા કે જપ્ત થવાનો ખતરો મંડરાઈ રહ્યો છે, ત્યારે ‘ગ્રીન આશા’નું સફળતાપૂર્વક પસાર થવું એ ભારતની મજબૂત રાજદ્વારી વ્યૂહરચના અને અતૂટ ઉર્જા સુરક્ષાનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે. ભારતીય નૌકાદળની સતર્કતા અને વૈશ્વિક સંબંધોને કારણે ભારતીય જહાજો સુરક્ષિત રીતે અવરજવર કરી રહ્યા છે.







































































































