શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ, શ્રમ આયુક્ત કચેરી અને નાયબ નિયામક બોઈલર કચેરીના સંયુક્ત ઉપક્રમે “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા રોડ પર આવેલા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ખાતે સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અભિયાન અંતર્ગત ઉપસ્થિત અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓ દ્વારા શ્રમદાન કરી પરિસરમાં સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. પર્યાવરણની જાળવણી અને હરિયાળી વધારવાના આશયથી સંસ્થાનના પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ સફાઈ દરમિયાન એકત્રિત થયેલા ઘન કચરાનો યોગ્ય અને સુવ્યવસ્થિત નિકાલ કરવામાં આવ્યો હતો. તદુપરાંત, ઉપસ્થિત સૌ કર્મચારીઓ અને અધિકારીઓએ સ્વચ્છતા જાળવવા તેમજ પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે પોતાની જવાબદારી નિભાવવાના શપથ ગ્રહણ કર્યા હતા. તેમજ રાષ્ટ્રગાન કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.