ગુજરાત કેડરના ૨૦૧૧ બેચના સસ્પેન્ડેડ IAS અધિકારી કે. રાજેશ (K. Rajesh) સામે ખાતાકીય તપાસ પૂર્ણ થયા બાદ રાજ્ય સરકાર દ્વારા તેમને ફરજિયાત નિવૃત્ત (Compulsory Retirement) કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ગેરકાયદેસર રીતે ગન લાયસન્સ મંજૂર કરવા, સરકારી જમીનોની ફાળવણીમાં ભ્રષ્ટાચાર અને લાંચ લેવાના ગંભીર આક્ષેપો થયા હતા. CBI અને ED કાર્યવાહી: વર્ષ ૨૦૨૨માં CBI દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં EDએ પણ મની લોન્ડરિંગ અંતર્ગત ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી.
અંતિમ નિર્ણય: લાંબા સમય સુધી નિલંબિત (Suspended) રહ્યા બાદ, ખાતાકીય તપાસના અહેવાલ આધારે તેમને જાહેર સેવામાંથી નિવૃત્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રિપોર્ટર : હેમાંગ રાવલ














































































































































































































































































