ભારત સરકાર હવે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપ અને યુટ્યુબ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે KYC (Know Your Customer) અનિવાર્ય કરવાની તૈયારી કરી રહી છે. સંસદીય સમિતિએ ભલામણ કરી છે કે મહિલાઓ અને બાળકોની ઓનલાઈન સુરક્ષા વધારવા અને સાયબર ક્રાઈમ રોકવા માટે દરેક યુઝરે આધાર કાર્ડ કે વોટર આઈડી જેવા સરકારી દસ્તાવેજોથી વેરિફિકેશન કરાવવું પડશે. આ નિયમ લાગુ થયા બાદ ફેક એકાઉન્ટ્સ બનાવવાનું અશક્ય બની જશે અને સોશિયલ મીડિયા પર ગેરકાનૂની પ્રવૃત્તિ કરનારાઓને સરળતાથી પકડી શકાશે.