રાજકોટ: જંગલેશ્વરમાં પ્રેમી યુગલનો સજોડે ગળાફાંસો ખાઇ આપઘાત,પ્રેમ સંબંધ પરિવારને મંજૂર હોવા છતાં પગલું શા માટે ભર્યું તે જાણવા ભક્તિનગર પોલીસે તપાસ શરૂ કરી

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મંગળવારે એક હૃદયદ્રાવક અને ચકચાર મચાવી દેતી ઘટના સામે આવી હતી. પ્રેમ સંબંધ પરિવારને મંજૂર હોવા છતાં યુવક અને સગીરાએ સજોડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં શોક અને અચંબો વ્યાપી ગયો હતો. મૃતક યુવતી 17 વર્ષીય કાજલ પ્રકાશભાઈ સરવૈયા અને યુવક 21 વર્ષીય ચેતન રાજુભાઈ રાફુચા (હોવાનું જાણવા મળ્યું છે. બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ભક્તિનગર પોલીસે આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે.