શ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. આવતીકાલ, 23 ફેબ્રુઆરી, 2026 થી જૂનાગઢ અને ચલાલા વચ્ચે દૈનિક સ્પેશિયલ મીટરગેજ ટ્રેન સેવા શરૂ થશે. આ ટ્રેન શરૂ થવાથી આ રૂટ પરના મુસાફરોને દૈનિક અવરજવર માટે વધુ એક સારો વિકલ્પ મળશે.
જૂનાગઢથી ચલાલા (દૈનિક):
- પ્રસ્થાન: જૂનાગઢ સ્ટેશનથી સવારે 10:40 વાગ્યે.
- આગમન: ચલાલા સ્ટેશન પર બપોરે 14:10 વાગ્યે.
ચલાલાથી જૂનાગઢ (દૈનિક):
- પ્રસ્થાન: ચલાલા સ્ટેશનથી બપોરે 14:40 વાગ્યે.
- આગમન: જૂનાગઢ સ્ટેશન પર સાંજે 17:35 વાગ્યે.
કયા સ્ટેશનો પર ઉભી રહેશે ટ્રેન?
આ દૈનિક સ્પેશિયલ ટ્રેન તેના રૂટ પર બંને દિશામાં નીચેના મહત્વના સ્ટેશનો પર રોકાશે:
- તોરણિયા
- બિલખા
- જુની ચાવંડ
- વિસાવદર
- જેતલવડ
- ભાડેર
- ધારી
આ ટ્રેન સેવા જૂનાગઢ અને ચલાલા વચ્ચેના પ્રાદેશિક કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવશે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોના લોકોને દૈનિક અવરજવર માટે મોટી રાહત આપશે.




























