‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ૨૦૨૬ના ૧૦૦ દિવસના કાઉન્ટડાઉનનો ભવ્ય પ્રારંભ; ગાંધીનગરમાં નવા MLA આવાસ ખાતે યોજાઈ ‘કર્ટન રેઝર’ ઇવેન્ટ’. રાજ્ય યોગ બોર્ડ દ્વારા આગામી ૧૦૦ દિવસ સુધી રાજ્યના તમામ જિલ્લા- તાલુકા મથકોએ યોગ શિબિરનું આયોજન કરવામાં આવશે વિશ્વભરમાં યોગની શક્તિનો પરિચય કરાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સંઘ સમક્ષ ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણીનો પ્રસ્તાવ મૂક્યો હતો.