ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બે દિવસના દિલ્હી પ્રવાસે જઈ રહ્યા છે. દિલ્હી ખાતે યોજાનારી નીતિ આયોગની મહત્વપૂર્ણ બેઠકમાં બંને નેતાઓ ભાગ લેશે, જેમાં ગુજરાતના વિકાસનો રોડ મેપ અને વિવિધ વિકાસલક્ષી યોજનાઓની રજૂઆત કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે દિલ્હી જવા રવાના થશે, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે દિલ્હી પહોંચશે. 11 જૂને યોજાનારી નીતિ આયોગની બેઠકમાં ભાગ લેવા ઉપરાંત બંને નેતાઓ વડાપ્રધાનના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાનારા કાર્યક્રમમાં પણ હાજરી આપશે. દિલ્હી પ્રવાસને કારણે બુધવારે યોજાનારી રાજ્ય કેબિનેટની બેઠક મોકૂફ રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.






























