નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, રાહુલ ગાંધીની બહેન અને અખિલેશ યાદવની પત્ની સાંસદ બની શકે તો સામાન્ય દીકરી કેમ નહીં. લાલુ યાદવની પત્ની CM બની શકે તો સામાન્ય દીકરી કેમ નહિ? ગુજરાતની બહેનો અને દીકરીઓએ સાંસદ બનવું જોઈએ. હવે પાર્ટી બદલીને વિપક્ષમાં જનારા લોકો ઘર ભેગા થશે. ગુજરાતીઓને બદનામ કરનારાઓને જનતા નહી છોડે.