કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન Amit Shah 26થી 28 જૂન દરમિયાન ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે આવશે. તેઓ 26 જૂનની સાંજે અમદાવાદ પહોંચશે અને ત્યારબાદ અમદાવાદ તથા ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમો અને બેઠકોમાં ભાગ લેશે. 27 જૂને સવારે મહાત્મા મંદિર ખાતે યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ ગાંધીનગર સર્કિટ હાઉસ અને અમદાવાદ સર્કિટ હાઉસમાં મહત્વપૂર્ણ બેઠકો કરશે. ઉપરાંત સાંજે રાણીપ ખાતે વિકાસ કાર્યો સંબંધિત કાર્યક્રમમાં પણ ભાગ લેશે. 28 જૂને પણ આગેવાનો સાથે બેઠક યોજવા ઉપરાંત સ્વામિનારાયણ શાળા અને મહાત્મા મંદિર ખાતે આયોજિત કાર્યક્રમોમાં હાજરી આપશે. તેમની મુલાકાતને લઈને રાજકીય અને વહીવટી તંત્રમાં તૈયારીઓ તેજ બની છે.































