ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ‘ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ નીતિ-2026’ જાહેર કરવામાં આવી છે. નીતિનો હેતુ બાળકોને હિંસા, શોષણ, દુર્વ્યવહાર, ઉપેક્ષા અને ભેદભાવથી મુક્ત સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવાનો છે. નીતિ તૈયાર કરતી વખતે POCSO નિયમો, જુવેનાઈલ જસ્ટિસ અધિનિયમ, બાળલગ્ન પ્રતિબંધ કાયદો, બાળમજૂરી સંબંધિત કાયદા અને શાળા સલામતી માર્ગદર્શિકા સહિતના કાયદાકીય તથા નીતિગત માળખાઓનો આધાર લેવામાં આવ્યો છે.