rte admission gujarat

ગુજરાતમાં આજથી RTE એડમિશન પ્રક્રિયા થશે શરૂ, ધોરણ-1માં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન થઈ શકશે
રાઈટ ટુ એજ્યુકેશન એકટ (RTE) અંતર્ગત શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭માં કુલ ૮૪ હજાર કરતા વધુ બેઠકો પર પ્રવેશ મેળવવા માટે આજથી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવવા માટે આગામી તા. ૧૭ એપ્રિલ સુધી ફોર્મ ભરી શકશે. ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ વિદ્યાર્થીઓ પાળી પદ્ધતિનો વિકલ્પ પસંદ કરી શકે તેવી વ્યવસ્થા આ વખતે કરવામાં આવી છે.