ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થયો છે. 9થી 11 સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસ ચાલનારા આ સત્ર દરમિયાન કુલ 9 વિધેયક ગૃહમાં રજૂ કરવામાં આવશે. સત્રની શરૂઆતમાં ગૃહ દ્વારા દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલિ અને શોકાંજલિ અર્પણ કરવામાં આવશે. દરમિયાન રાજ્યમાં અછતની સ્થિતિ અને ખેડૂતોની મુશ્કેલીઓ સહિતના મહત્વના મુદ્દાઓ ચર્ચાના કેન્દ્રમાં રહેવાની શક્યતા છે. સત્ર શરૂ થાય તે પહેલાં સવારે 10 વાગ્યે ભાજપની વિધાનસભા દળની બેઠક પણ યોજાશે.