કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ રદ કરવામાં આવ્યો છે, જેમાં તેઓ આવતીકાલે મોડી રાત્રે જ ગુજરાત આગમન કરવાના હતા. અન્ય મહત્વની વ્યસ્તતા અને આગામી કાર્યક્રમોના કારણે તેમનો આ પ્રવાસ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમના આ પ્રવાસ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ મહત્વપૂર્ણ કાર્યક્રમો અને બેઠકો યોજાવાની હતી, પરંતુ હવે આ પ્રવાસ રદ થતાં તમામ નિર્ધારિત કાર્યક્રમો હાલ પૂરતા મુલતવી રાખવામાં આવ્યા છે.