શ્રાવણના ત્રીજા સોમવારે સોમનાથ મહાદેવના દર્શન માટે હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. સવારે 4 વાગ્યે મંદિરના દ્વાર ખુલતા ‘હર હર મહાદેવ’ના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ભક્તોની સુવિધા માટે ઝિગઝેગ ક્યુ અને ઝોન આધારિત વ્યવસ્થા કરાઈ હતી. દિગંબર સ્વરૂપના દર્શનથી ભક્તો ભાવવિભોર બન્યા હતા.