અમદાવાદના ઇસનપુરમાં યુવકના મોત મામલે ફરિયાદ નોંધાઈ છે. ઓનલાઈન જમવાનો ઓર્ડર કેન્સલ કરવા બાબતે બોલાચાલી બાદ આફતાબ નામના યુવકને માર મારવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથા અને મણકાના ભાગે ઈજા થતાં મોત થયું હોવાનું સામે આવ્યું છે. રેહાન ઉર્ફે બોબો શેખ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે તપાસ શરૂ કરી છે.






















































