કચ્છના ગાંધીધામના રોટરી સર્કલ પાસે આવેલ GJ-39 મેગી કોર્નર પાસે આશરે મધરાત્રે 1.25 વાગ્યે સર્જાયેલા અકસ્માતમાં, 2 જણાના સ્થળ પર જ મોત થયા હતા. જ્યારે અન્ય 2 જણા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મેગી કોર્નર આગળ એક્ટિવા ચાલક અને બાઈક ચાલાક સહિત ચાર વ્યક્તિઓને બેકાબુ કા ચાલકે અડફેટે લીધા હતા. અકસ્માત સર્જી કારચાલક ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. ફરાર થઈ ગયેલા કારચાલકની શોધખોળ શરૂ કરી છે.