અમદાવાદના જુહાપુરામાં યુવકની કરપીણ હત્યા કરાઈ છે. મોહમદ સાલીક શેખની તીક્ષ્ણ હથિયારના ઘા ઝિંકીને હત્યા કરાઈ છે. વાત કરવાના બહાને બોલાવીને હુમલો કર્યો હતો. આરોપીઓએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું હતું. હત્યાને અંજામ આપી આરોપીઓ ફરાર થઈ ગયા છે. વેજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



























































