સુરત શહેરમાં સ્પાની આડમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓ સામે પોલીસ લાલ આંખ કરી રહી છે. સુરત એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)ની ટીમ દ્વારા બાતમીના આધારે પૂણા વિસ્તારમાં આવેલા ‘NR સ્પા’ (NR Spa) પર રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન દેહવ્યાપારના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીથી સ્પા સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ રેડ દરમિયાન પોલીસે સ્પાના સંચાલક અને રંગરેલિયા મનાવતા ગ્રાહકો સહિત કુલ 5 શખ્સોને રંગેહાથ ઝડપી લેવામાં આવી છે. જોકે, આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અને સ્પાનો માલિક હજુ પોલીસ પકડથી દૂર છે. પોલીસે સ્પા માલિક સહિત અન્ય 4 લોકોને વોન્ટેડ જાહેર કરી તેમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
































