કચ્છમાં ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. BSFને ક્રિક વિસ્તારમાંથી કરોડો રૂપિયાના બિનવારસી ડ્રગ્સના 11 પેકેટ મળી આવ્યા હતા. ‘અરેબિયન પ્રોડક્ટ’ લખાયેલા અંદાજે 1.2 કિલો વજનના આ પેકેટો જપ્ત કરવામાં આવ્યા છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત કરોડોમાં હોવાનું માનવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી સતત ડ્રગ્સના પેકેટો મળી આવતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ છે. સતત મળી રહેલા ડ્રગ્સને ધ્યાનમાં રાખીને સુરક્ષા દળોએ દરિયાઈ વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે અને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત નજર રાખવામાં આવી રહી છે.




























































