ICC મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026માં રવિવારે (15 ફેબ્રુઆરી) કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મુકાબલો રમાવાનો છે. જોકે, આ મહામુકાબલા પર હવે વરસાદી વિઘ્નનું જોખમ મંડરાઈ રહ્યું છે. શ્રીલંકન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશરને કારણે રવિવારે બપોર પછી ગાજવીજ સાથે 50 થી 70 ટકા વરસાદની સંભાવના છે. જો મેચના સમયે ભારે વરસાદ પડે તો ટૉસમાં વિલંબ થઈ શકે છે અથવા ઓવરોમાં કાપ મૂકવો પડી શકે છે.