રાજ્ય સરકાર દ્વારા 150થી વધુ નગરપાલિકાઓમાં મહાનગરપાલિકા સમકક્ષ સેવાઓ પૂરી પાડવાના લક્ષ્ય સાથે મોટા પાયે ભરતી કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. પાલિકાઓમાં માળખાકીય વિકાસના કામોના આયોજન તેમજ અમલીકરણને વેગ આપવા અને ટેક્સની ધીમી વસૂલાત અટકાવી આવક વૃદ્ધિ કરવા માટે ઈજનેર તથા ટેક્સ અધિકારીઓ સહિતના વિવિધ પદો પર નિમણૂકો કરવામાં આવશે. આ ભરતી કવાયતથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું તંત્ર વધુ સક્ષમ બનશે અને નાગરિકોને ઝડપી તથા ગુણવત્તાસભર પાયાની સુવિધાઓ મળી રહેશે.





























































































































































































































































