અમદાવાદમાં ઠંડા પીણા અને કોલ્ડ ડ્રીંક્સ પીતા પહેલા સાવચેત રહેવાની જરૂરિયાત ઉભી થઈ છે. શહેરની જાણીતી ‘છાશવાલા’ દુકાનના અંજીર મિલ્ક શેકમાંથી વંદો નીકળ્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. ગ્રાહકે આરોપ લગાવ્યો છે કે મિલ્ક શેક હલકી ગુણવત્તાનો હતો અને એક્સપાયરી ડેટ પહેલા જ બગડી ગયો હતો. મળતી માહિતી મુજબ આ વીડિયો પોલિટેકનિક ચાર રસ્તા અને IIM નજીકની બ્રાન્ચનો હોવાનું કહેવાઈ રહ્યું છે. ઘટના સામે આવતા લોકોમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે ચિંતા વધી છે. જોકે આ મામલે સત્તાવાર તપાસ બાદ જ સમગ્ર હકીકત સામે આવશે.