રાજકોટમાં ગેસ સંકટ વચ્ચે ઇન્ડક્શનનું વેચાણ વધ્યું હોવાની વાત સામે આવી છે, સિલિન્ડર ન મળતા ઇન્ડક્શનની માગમાં વધારો થયો છે અને ગેસના વિકલ્પમાં ઇન્ડક્શનનું વેચાણ વધ્યું છે. એક જ દિવસમાં 1500થી વધુ ઇન્ડક્શનનું વેચાણ થયું છે અને રુ. 1500થી 2200માં વેચાઈ રહ્યા છે ઇન્ડક્શન, ઘણા લોકો કરી રહ્યા છે ઇન્ડક્શનની કાળા બજારી અને ઇન્ડક્શનના MRPથી વધુ રૂપિયા વસૂલે છે. કેટલાક સ્થળોએ ગેસ સિલિન્ડરને ઢાંકીને અથવા છુપાવીને રાખવાનો પ્રયાસ પણ કરતા જોવા મળે છે. તેમ છતાં ગેસની અછતને કારણે આ સ્થિતિ લાંબા સમય સુધી છુપાવી રાખવી મુશ્કેલ બની રહી છે.