અમદાવાદ હાઇવે પરથી SOGએ મોટી કાર્યવાહી કરી 204 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ગાંજા સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓએ ગાંજાનો જથ્થો ઓડિશાથી ટ્રક મારફતે સૌરાષ્ટ્રમાં લાવ્યાની કબૂલાત કરી છે. બામણબોર નજીક વોચ ગોઠવી પોલીસે ટ્રકને ઝડપી લીધી હતી. ટ્રકમાં લોખંડની પ્લેટોની વચ્ચે ગાંજો છુપાવવામાં આવ્યો હતો. પોલીસે મહમદ ઉર્ફે કાળો અને અરબાઝ સંધિની ધરપકડ કરી છે. ગાંજો વિવિધ સ્થળોએ સપ્લાય થાય તે પહેલાં જ પોલીસે કાર્યવાહી કરી હતી. ગાંજા અને ટ્રક સહિત કુલ રૂ.1.50 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસે ગાંજો મોકલનાર અમિત ઉર્ફે ગુરખો સહિત સમગ્ર સપ્લાય ચેઇનની તપાસ શરૂ કરી છે.